Design a site like this with WordPress.com
Get started

તમારું શરીર અને તણાવ – stress and your body

આ લખાણ વાંચનારા લોકોમાંથી ખૂબ જ ઓછા રક્તપિત્તથી પીડાતા હશે, બાળજન્મ દરમિયાન તેમની માતાને ગુમાવી હશે, અથવા તીવ્ર કુપોષણનો ભોગ બન્યા હશે. તે એટલા માટે છે કે મોટા ભાગે, આપણે કેટલાક સામાન્ય ચેપી રોગો, કુપોષણ અને જાહેર ગંદકીથી પીડાતા નથી. તેના બદલે, આપણે એક એટલું લાંબુ અને સ્વસ્થ જીવન જીવીએ છીએ, કે અંતે આપણે એવા રોગો (જેમ કે હૃદય રોગ, ડાયાબિટીસ અને કેન્સર) નો સામનો કરવો પડે છે જે ધીમી ગતિએ થતી શારીરિક હાની નું પરિણામ છે.

હકીકત માં, આ બીમાર પડવાની એકદમ અનુપમ/વિશેષ રીત છે. વિચારો કે જો કોઈ આદિમાનવ ૨૦,૦૦૦ વર્ષો પહેલા એન્થ્રેકસથી (anthrax) દુષિત માસનો આહાર કરે, તો આપણે અંદાજ લગાવી શકીએ કે તેની પાસે જીવવા માટે માત્ર ત્રણ દિવસ નો સમય બાકી છે. તેની સરખામણી માં, જો હાલમાં કોઈ વ્યક્તિ પોતાના આહાર માં ફેરફાર કરે અને નક્કી કરે કે રોજ ખુબ ઓછુ પાણી પીવવું, અને બસ તળેલું જ ખાવું, તો આપડે કોઈ જ અંદાજ લગાવી નથી શકતા કે તે વ્યક્તિ ૫૦ વર્ષની ઉમરે અવસાન પામશે, કે પછી ૮૫ની ઉમરે ભજન ગાતા હશે. શારીરિક જીવવિજ્ઞાનને લગતા વિવિધ પરિબળો આ કિસ્સામાં આપણને થોડી મદદ કરી શકે. જેમ કે, તે વ્યક્તિનું યકૃત (liver) કોલેસ્ટ્રોલ સામે કેટલું સક્ષમ છે? પણ કોઈ વ્યક્તિ ના કિસ્સામાં આપડે એવા પરિબળો પણ ધ્યાનમાં લેવા પડે જેને શારીરિક જીવવિજ્ઞાન સાથે કોઈ સીધો સંબંધ ના હોય. જેમ કે, તે વ્યક્તિની મનોસ્થિતિ કેવી છે? તેનું સામાજિક વર્તુળ શું છે? તે દરજ્જા ના કે પ્રતિષ્ટાના વ્યક્તિ સાથે સમાજ કેવો વયવહાર કરે છે? શું તે વ્યક્તિ અવગણના ના સમયે વધારે આહાર કરે છે? આ પ્રકાર ના નવીન (આપણી જાણકારી માટે નવીન) પરિબળો કોઈ વ્યક્તિની તંદુરસ્તી અથવા માંદગીનું પરિણામ નક્કી કરે છે.  અને આ વાત વધારે મહત્વની બને છે જયારે વર્તમાન જીવનશૈલીથી લગતા રોગ, માનસિક તણાવ (stress) ના કારણે સર્જાય છે અથવા તો એક ગંભીર રૂપ પામે છે. આપણામાંથી મોટા ભાગના લોકો ને તેમના જીવનકાળ દરમ્યાન કોઈ પ્રકારના માનસિક તણાવથી લગતા રોગનો શિકાર બનવા નો લાહવો જરૂર મળશે.

તેમ છતાં, આપડે આવા પરિણામથી બચવાનો પ્રયત્ન જરૂર કરી શકીએ. કોઈ પણ જીવવિજ્ઞાન ભણતા વિદ્યાર્થીને પૂછો તો તે કહેશે કે આપનું શરીર સંતુલન (homeostasis) મેળવવા માટે સતત ક્ષણ-પ્રતિક્ષણ પ્રયત્નો કરતુ રહે છે. શારીરિક સંતુલન એક એવી આદર્શ પરિસ્થિતિ છે જયારે શરીર કોઈ ચોક્કસ તાપમાન (body temperature), બ્લડ-પ્રેશર (blood pressure), લોહીમાં શર્કરા નું પ્રમાણ (blood glucose level), વગરે ના એક તંદુરસ્ત સ્તરે રહે. આના થી વિરુદ્ધ, એક તણાવ (stress) એવી કોઈ પણ બાહ્ય વસ્તુ હોઈ શકે જે આ આદર્શ શારીરિક સંતુલનને વિક્ષેપ પહોચાડે. ઉદાહરણ તરીકે આપડે વિચારી/માની શકીએ કે કોઈ દીપડાનો શિકાર બનેલું હરણ તેનું આદર્શ શારીરિક સંતુલન ખોઈ બેઠું હશે. અથવા તો તે દીપડો જે ભૂખ્યો-થાક્યો શિકાર કરવા નીકળ્યો છે. આ બન્ને પ્રાણિયોમાં, તણાવ નો શારીરિક પ્રતિભાવ સક્રિય જોવા મળશે (જેમ કે, માનસિક ઉત્સેચકો નો સ્ત્રાવ થવો, બ્લડ-પ્રેશર વધવું, હૃદયના ધબકારા વધવા, શ્વાસ વધવો, ફેફસા વધુ સક્રિય થવા, વગરે.. ). તણાવ સામે નો આ શારીરિક પ્રતિભાવ (stress-response) સંતુલન જાળવવા નો પ્રયત્ન કરશે, ઉદારણ તરીકે – શરીરમાં રહેલી ઉર્જાનું વિતરણ બદલશે, જેથી કરીને સ્નાયુઓ વધારે ઝડપી પ્રતિક્રિયા કરી શકે, અને તે પ્રાણીના જીવિત રહેવાની શક્યતા વધશે. આ સમયે, લાંબી અને શારીરીક રીતે મોઘી પ્રક્રિયાઓ (જેમ કે, વૃદ્ધિ, પ્રજનન, પાચન, વગરે) પર રોક મુકાશે. કારણ કે, જો કોઈ પ્રાણી તેનો જીવ બચાવવા માટે દોડતું હોય, તો તેને પ્રજનન કે પાચનની જરૂરિયાત ગોણ લાગશે.

આ બધી વાર્તાના અંતે આપડી માનવજાત ની વાત. આપડી પાછળ કોઈ દીપડો પડે, તો આપડે પણ સમાન શારીરિક તણાવ અને તેનો પ્રતિભાવ દર્શાવીએ છીએ. પણ એક ગંભીર નોધ એ છે કે આપડી પાછળ કોઈ ના પડયું હોય તો પણ આપડે આ તણાવ અને તેનો પ્રતિભાવ દર્શાવવા માટે સક્ષમ છીએ. જો આ પ્રતિભાવ કોઈ વ્યાજબી કારણસર હોય તો તે એક બરોબર વાત છે. પણ જો કોઈ તણાવની ગેરહાજરીમાં પણ આપડે એક પ્રતિભાવ દર્શાવીએ, અને જો આપણે તે નિયમિતપણે કરીએ, તો તે એક ગંભીર રૂપ ધારણ કરે છે. ત્યારે આપડે બેચેની, ઉન્માદ અને ઉગ્રતા થી ભરેલી એક નવી જ દુનિયા માં પ્રવેશ કરીએ છીએ. કોઈ હરણને શહેરના ટ્રાફિકની, ઓફીસના કામની, અથવા તો ગ્લોબલ વોર્મીન્ગની ચિંતા નથી થતી. પણ જયારે આપણને આ ચિંતા થાય છે, ત્યારે આપણે પણ કોઈ જંગલમાં રહેતા પ્રાણીને જેમ એક તણાવનો પ્રતિભાવ દર્શાવીએ છીએ. અને જો આ તણાવ નિયમિતપણે આપણને સતાવે તો તે આપડી માંદગીનું કારણ બની શકે છે – કારણ કે આ શારીરિક પ્રતિભાવ માનસિક તણાવ સામે ઉત્ક્રાંતિ નથી પામ્યો. આ તકલીફ આપડે જાતે ઉભી કરી છે.

નિયમિતપણે શારીરિક ઉર્જાને જો સંગ્રહ કરતા અંગોથી વિરુધ દિશામાં (જેમ કે સ્નાયુઓમાં)  વિતરિત કરવામાં આવે તો તે ડાયાબીટીસ જેવા રોગને આવકારી શકે છે. તેમ જ, નિયમિતપણે જો બ્લડ-પ્રેશર વધતું રહે, અથવા વૃદ્ધિ, પ્રજનન, કે પાચનમાં આંચ આવે, તો તે લાંબા ગળે માંદગીનું કારણ બની શકે છે. ટૂંકા ગાળાના તણાવ અને તેના પ્રતિભાવ થી વિરુદ્ધ લાંબા ગાળાના તણાવ ને કારણે શરીરની રોગ પ્રતિકારક શક્તિ નબળી પડે છે, જેના કારણે તે કોઈ વ્યક્તિને ચેપી રોગનું જોખમ આપી શકે છે. આ ઉપરાંત, નિયમિત તણાવને કારણે યાદશક્તિ, ડીપ્રેશન, અને બેચેની નું કારણ બને છે. એનો મતલબ કે, આપડે મનુષ્ય તરીકે એટલા ચતુર છીએ કે આપડે બસ આપડા  વિચાર, લાગણીયો, અને યાદ થકી જ આપડી માંદગી ને આવકારી શકીએ છીએ.

Advertisement

Published by Darshak

PhD candidate enrolled at the University of Groningen and the University of Sao Paulo, pursuing a project on designing safe bio-therapeutics for cancer treatment. Find @DarshakWrites

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: